Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમદાવાદ:ટિકિટ ન મળતા કોંગ્રેસ બોટાદના નેતા મનહર પટેલ થયા નારાજ, કહ્યું : વર્ષ 2017નું પુનરાવર્તન થયું..!

બોટાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ફરી થયા છે નારાજ, કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓમાં નારાજગી વ્યાપી

X

ગુજરાત કોંગ્રેસમાં ફરીથી એક દિગ્ગજ નેતાને ટિકિટ ન મળતા તેઓ નારજ થયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલને બોટાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ નહીં મળતા તેઓએ કોંગ્રેસ પક્ષ ફેર વિચારણા તેવું ટ્વિટ કર્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે કેટલાક લોકોની ટિકિટ કપાતા ફરીથી નારાજગીઓ સામે આવી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસમાં ફરીથી એક દિગ્ગજ નેતાને ટિકિટ ન મળતા તેઓ નારજ થયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 107-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું, કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમપિઁત આગેવાન સાથે પક્ષનો નિણઁય સ્વીકાયઁ નથી, મારી સાથે 2017નું પુનરાવતઁન થયુ છે. જે પક્ષના વિશાળ હિતમાં નથી. મનહર પટેલે તેના આ ટ્વીટની સાથે કોંગ્રેસના શિર્ષ નેતૃત્વને પણ ટેગ કર્યું હતું. તેમણે કોંગ્રેસના રામકિશન ઓઝા, રઘુ શર્મા, અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યાં હતા.

મનહર પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય પક્ષના વિશાળ હિતમાં નથી. નારજગી ચોક્કસ છે, 2017માં પણ કોંગ્રેસે મેન્ડેડ આપી 5 કલાકમાં બીજા ઉમેદવારને ટિકિટ આપી અને 2022માં ફરીથી મનહર પટેલને ટિકિટ આપવામાં ન આવી, ત્યારે હાલ અશોક ગેહલોત સાથે વાતચિત ચાલુ છે. આ સાથે જ તેઓએ સાંજ સુધીમાં સુખદ અંત આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરતું જો અંત નહીં આવે તો ફરીથી કોંગ્રેસ દિગ્ગજ નેતા કોંગ્રેસનો સાથ છોડશે.

Next Story