આપે જાહેર કર્યા વિધાનસભા માટે 10 ઉમેદવાર, જાણો કોણે ક્યાં મળી ટિકિટ..?
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક બેઠકો ઉપર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખવાની હોય રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જામશે.
AAPના મોટા નેતાઓના નામ અત્યારે જાહેર નહીં થાય કે તેમને ક્યાંથી ટિકિટ . વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને દિગ્ગજ નેતાના નામ હાલ જાહેર કરવામાં નહીં આવે. ચર્ચા મુજબ આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓના નામ કદાચ નહીં હોય. જે લોકોને ટિકિટ મળી છે તેમાં
1. ભેમાભાઈ ચૌધરી: દિયોદર
2. જગમાલભાઈ વાળા: સોમનાથ
3. અર્જુનભાઈ રાઠવા: છોટાઉદેપુર
4. સાગરભાઈ રબારી: બેચરાજી
5. વશરામભાઈ સાગઠીયા: રાજકોટ(ગ્રામીણ)
6. રામ ધડુક: કામરેજ
7. શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
8. સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
9. ઓમ પ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
10. રાજેન્દ્ર સોલંકી : બારડોલી