રાજ્યભરમાં આવતી કાલે બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, આવતી કાલે યોજાનારી બિન સચિવાલયની પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.જેને લઈને સરકારે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી સજજ કરી દેવાયા છે. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની સાથે નિરીક્ષકો પણ મોબાઈલ નહી રાખી શકે.
બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના આયોજનના ભાગરૂપે એસ.ટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિદ્યા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગૃપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે. આ સાથે રાણીપ બસ પોર્ટ,ગીતા મંદિર કૃષ્ણનગર રૂટ પર એકસ્ટ્રા બસો મુકાશે.