Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1012 નવા કેસ નોંધાયા, 2 દર્દીઓનાં થયા મોત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1012 નવા કેસ નોંધાયા છે. 954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1012 નવા કેસ નોંધાયા, 2 દર્દીઓનાં થયા મોત
X

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1012 નવા કેસ નોંધાયા છે. 954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 2 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદ શહેરમાં 2 મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 1012 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 312 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશન 79, રાજકોટ કોર્પોરેશનમાં 23, કચ્છમાં 52, સુરતમાં 27, મહેસાણામાં 99, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, ભાવનગર કોર્પોરેશન 22 કેસ નોંધાયો છે.

કોરોનાથી આજે રાજ્યમાં કુલ 2 દર્દીઓનાં મોત થયાં છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 દર્દીનું મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 10,970 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 6274 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 954 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1236985 લોકો કોરોનાથી સાજા થયા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 6,47,663 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3843 ને રસીનો પ્રથમ અને 10820 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 2239 ને રસીનો પ્રથમ અને 1274 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 103619 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 4403 ને રસીનો પ્રથમ અને 4636 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 516829 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,62,08,356 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Next Story