રાજ્યમાં આજે કોરોનાના 169 પોઝિટિવ કેસ નોધાયા, 327 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 169 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 327 દર્દીઓ સાજા થયા છે.

New Update

ગુજરાતમાં બે મહિના બાદ કોરોના વાયરસના કેસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 169 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 327 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.96 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10999 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

Advertisment

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 45, વડોદરા કોર્પોરેશન 26, રાજકોટ કોર્પોરેશન 18, સુરત કોર્પોરેશન 12, સુરત 8, વલસાડ 8, બનાસકાંઠા 6, નવસારી 6, વડોદરા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, મહેસાણા 5, પંચમહાલ 4, મોરબી 3, પાટણ 3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, કચ્છ 2, અમદાવાદ 1, જામનગર 1, પોરબંદર 1, રાજકોટ 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 2129 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2110 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,54,821 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10999 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,57,368 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,12,79,497 લોકોનું રસીકરણ થયું છે.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment
Latest Stories