રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેબીનેટમાંથી પડતા મુકાયેલાં તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતે તેમને ફાળવવામાં આવેલાં સરકારી બંગલા ખાલી કરવા નોટીસ આપી દેવામાં આવી છે.
રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી તેમજ મંત્રીઓ તેમને અપાયેલા સરકારી બંગલા ખાલી કરી રહ્યાં છે. પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુએ તેમના સરકારી બંગલો ખાલી કરી દીધો છે.
હવે રૂપાણી સરકારના અન્ય મંત્રીઓ પણ તેમના બંગલા ખાલી કરી રહ્યા છે રાજ્યના માર્ગ મકાન વિભાગ પૂર્વ મંત્રીઓને નોટિસ આપી બંગલા ખાલી કરવા જણાવી રહયું છે. આમ સરકાર બદલવાની સાથે આ નેતાઓના ઘરના એડ્રેસ પણ બદલાય જશે.
સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રી વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના 24 સભ્યોને નવા બંગલા ફાળવવાના થાય છે. ત્યારે માર્ગ મકાન વિભાગ પૂર્વ મંત્રીઓ બંગલા ખાલી કરવાની નોટિસ આપી છે.
સીએમ હાલ બંગલા નંબર-1માં મિટિંગ કરી રહ્યાં છે. 26 નંબરના બંગલામાં વિજય રૂપાણી રહે છે તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી છે. એ ઉપરાંત તેમની સરકારમાં ફરજ બજાવતા 22 જેટલા મંત્રીઓએ પણ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સરકારના નિયમ પ્રમાણે, પૂર્વ મુખ્યમંત્રીઓ ગાંધીનગરમાં કે ટાઇપના બંગલા મળતા હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવાયેલો છે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ બંગલો આપવામાં આવ્યો હતો.