Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : એરપોર્ટ રન-વે પર વાંદરા અને પક્ષીના ત્રાસ બાદ હવે શ્વાન પણ આંટા મારતો જોવા મળ્યો...

અમદાવાદની શેરી ગલીઓમાં જોવા મળતા શ્વાનનો ત્રાસ હવે શહેરના એરપોર્ટમાં પણ જોવા મળ્યો છે.

અમદાવાદ : એરપોર્ટ રન-વે પર વાંદરા અને પક્ષીના ત્રાસ બાદ હવે શ્વાન પણ આંટા મારતો જોવા મળ્યો...
X

અમદાવાદની શેરી ગલીઓમાં જોવા મળતા શ્વાનનો ત્રાસ હવે શહેરના એરપોર્ટમાં પણ જોવા મળ્યો છે. એરપોર્ટના રન-વે પર શ્વાન આટા મારતો જોવા મળતા ઓથોરિટી દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો.

શ્વાનને રન-વે પરથી હટાવવા માટે ઓથોરિટીની 4 ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ રન-વે ઉપર જતા કુતરાનો વિડીયો વાયરલ થતા ઓથોરિટીની કામગીરી સામે 100 મણનો સવાલ ઊભો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ફાઈટ પણ આવે છે, ત્યારે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે રન-વે પર ઘણી વખત પક્ષીઓ તો ઘણી વખત રખડતા ઢોર અને અનેક વખત વાંદરાઓનો ત્રાસ પણ સામે આવતો હોય છે. ભૂતકાળમાં વાંદરાના કારણે ફ્લાઇટના શેડ્યુલમાં ફેરફાર કરવાની પણ નોબત આવી હતી. હવે રન-વે પર શ્વાન જોવા મળતા ફરી એરપોર્ટની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ સંવેદનશીલ બાબત પર આ રીતે ગંભીર બેદરકારીને લઈ અને લોકોમાં રોષ ફેલાયો છે.

Next Story