Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વિમાની રકમ પડાવી લેતા પત્ની સહિત એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખ્સ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું

અમદાવાદ : પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વિમાની રકમ પડાવી લેતા પત્ની સહિત એક  શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
X

પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખ્સ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઇ હતી. મહિલા આરોપીએ તેના પતિને મધ્યપ્રદેશ ખાતે મોકલી દીધો હતો અને બાદમાં પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવી વીમા પોલિસીના આઠેક લાખ રૂપિયા મેળવી લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મૂકતા પતિ રોડ ઉપર રહેવા મજબૂર બન્યો હતો. પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વિમાની રકમ પડાવી લેતી પત્ની સહિત એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતા ૪૮ વર્ષીય નિમેષભાઈ મરાઠી તેમના ભાઈ સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની નંદા છે જે હાલ ઘરકામ કરે છે. આજથી પંદરેક વર્ષ પહેલા નિમેષભાઈએ પરિવારના લાભ માટે એક કંપનીનો જીવન વીમો ઉતરાવ્યો હતો. જે વિમાનુ પ્રિમીયમ તેઓ ભરતા હતા. નિમેષભાઈની દીકરીઓના લગ્ન થઈ ગયા બાદ તેમની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણેક વર્ષ પહેલાં નિમેષભાઈની પત્ની નંદાએ તેઓને જણાવ્યું કે, હાલ તેમની પાસે કોઇ કામ ન હોવાથી મકાનનું ભાડું પોસાય તેમ નથી. બાદમાં નંદાએ તેના પતિ નીમેષભાઈને મધ્ય પ્રદેશ ખાતે વતન જવાનું કહ્યું હતું. તે તેની દીકરીના ઘરે રહેશે અને બોલાવે ત્યારે પરત આવજો અને તમને તમારો ખર્ચો હું મોકલી આપીશ, તેમ જણાવ્યુ હતું.

જોકે, થોડા સમય બાદ નિમેશભાઈને ખબર પડી કે, તેમની પત્નિ નંદાએ તેમનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આ ડૉક્યુમેન્ટઆપી વીમો મંજૂર કરાવી તેની આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે.

ત્યારે નિમેષભાઈએ છેતરપિંડી થતાં આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધાયો હતો જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્ની નંદા અને તેમના ડો. હરિકૃષ્ણ પટેલની અટકાયત કરી છે. નંદાએ પોતાના પતિ નિમેષભાઈનું ખોટું મરણ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસેથી 18.50 લાખની રકમ લીધી હતી. હાલતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્ની સહિત એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story