અમદાવાદમાં મમતા લજવતો કિસ્સો,માતાએ પ્રેમીને પામવા 3 વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો
એક મહિલાએ તેનાજ 3 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાંભળીને આપને નવાઈ લાગશે

અમદાવાદના શહેર કોટકા વિસ્તારમાં માતાની મમતા પર સવાલો ઉભા થાય તેવો બનાવ સામે આવ્યો છે. કારણકે અહીયા એક મહિલાએ તેનાજ 3 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાંભળીને આપને નવાઈ લાગશે માતાના અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધો હતા. જેને લઈને તેણે તેનીજ મમતાની હત્યા કરી નાખી. આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાક મચી જવા પામી છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. માતાના જે વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા. તેની સાથે બાળકને લઈને અવાર નવાર કંકાસ થતો હતો. જેથી માતાએ તે કંકાસનો અંત લાવવા માટે ખૂની ખેલ ખેલી કાઢ્યો. પ્રેમીને પામવા માટે માતાને તેનો પુત્ર આંખમાં કણાની જેમ ખૂંચાઈ રહ્યો હતો. જેથી તેણે બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો. માતાએ તેના બાળકની હત્યા તો કરી નાખી પરંતુ સાંભળીને તમને નવાઈ લાગશે કે તેણે પ્રેમી સાથે મળીને પાલનપુરમાં તેના બાળકનો મૃતદેહ દફનાવી દીધો હતો. જોકે તેની કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે સમગ્ર મામલે માતા અને પ્રેમીએ બચવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેમની કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમી પંખીડાએ ગત 8 ઓગસ્ટે પાલનપુરમાં જઈ બાળકને દાટ્યો હતો. જેથી પોલીસે માતા અને પ્રેમી સામે હત્યાનો ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.