Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ટાટા મોટર્સે કર્યા હસ્તાક્ષર, રૂ. 726 કરોડમાં ખરીદ્યો ફોર્ડનો સાણંદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ...

ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયા સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રૂપિયા 725.7 કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે

અમદાવાદ : ટાટા મોટર્સે કર્યા હસ્તાક્ષર, રૂ. 726 કરોડમાં ખરીદ્યો ફોર્ડનો સાણંદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ...
X

ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયા સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રૂપિયા 725.7 કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે, તેની સબ્સિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી અને ફોર્ડ ઇન્ડિયા પ્રા.લિ વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત આ પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

જોકે, આ અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલ અંતર્ગત ભારતીય ઓટો કંપની ટાટા મોટર્સ ફોર્ડ ઇન્ડિયા એસેટ્સમાં અધિગ્રહણ કરશે, જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે, આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયા સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારી ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જોડાયેલ તમામ જરૂરી મંજૂરીમાં સહયોગ આપવા માટે પહેલા જ 30મે 2022ના રોજ ત્રિપક્ષીય કરાર કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે, આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક 3 લાખ યૂનિટ છે. તેને વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફારરુપ જરૂરી રોકાણ પણ કરશે. આ પ્લાન્ટમાં 3,043 લોકો પ્રત્યક્ષ અને લગભગ 20000 લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવે છે.

Next Story