Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોનું વેકસીનેશન પૂર્ણ

સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.

X

સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.અમદાવાદમા અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વેક્સીન લેવામાં અમદાવાદ અવ્વલ થઇ રહ્યું છે અત્યાર સુધીમાં શહેરમાં 5 લાખ લોકોએ વેક્સીનના બે ડોઝ પૂર્ણ કર્યા છે અમદાવાદમાં કો-વેક્સિન લઈને બીજો ડોઝ મળવાની શરૂઆત થઈ ગઈ છે. એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18 થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18 થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. આમ શહેરમાં વેક્સીન આપવામાં તંત્ર હરકતમાં છે. કો-વેક્સિન બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવાનો નિયમ છે. જેમ જેમ બીજો ડોઝ લેવા ની તારીખ નજીક આવી રહી હતી તેમ તેમ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. પણ હવે સ્થાનિક તંત્ર દ્વારા એક મોનીટરીંગ કરવામાં આવે છે અને નિયમિત રીતે ડોઝ વેક્સીન કેન્દ્રમાં ફાળવવામા આવી રહ્યા છે.

બુધવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કો-વેક્સિન નો સ્ટોક આવી જતા બીજા ડોઝ માટે રસીકરણ કેન્દ્ર ઉપર 18થી 44 વયજૂથના લોકોની લાઈનો જોવા મળી હતી. કોવિન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ લોકોને શહેરના જુદા જુદા સેન્ટર ઉપર ટાઈમ સ્લોટ ફાળવવામાં આવ્યો હતો. તે મુજબ કોવેક્સિન માટે અલાયદા રસીકરણ કેન્દ્ર પર લોકોની ભીડ જોવા મળી હતી.શહેરના અલગ અલગ સેન્ટર પર રોજના 200 ડોઝ આપવામાં આવી રહ્યા છે.

Next Story