અમરેલી : સાયકલ લઈને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીને એસટી. બસે ટક્કર મારી, વિદ્યાર્થી સારવાર હેઠળ...

અમરેલી શહેરના રૂપમ ટોકીઝ ઢાળ નજીક શાળાએથી ઘરે પરત જતાં વિદ્યાર્થીને એસટી. બસની ટક્કર વાગતા ગંભીર ઇજા પહોચી હતી.

New Update

અમરેલી શહેરના રૂપમ ટોકીઝ ઢાળ નજીક શાળાએથી ઘરે પરત જતાં વિદ્યાર્થીને એસટી. બસની ટક્કર વાગતા ગંભીર ઇજા પહોચી હતી.


મળતી માહિતી અનુસાર, અમરેલીની દીપક સ્કૂલથી સાયકલ લઈને પરત ઘરે જતાં 15 વર્ષીય વિદ્યાર્થી દર્શન ચાવડાને રૂપમ ટોકિઝ નજીક આવેલ ઢાળ પાસે એસટી. બસે હડફેટે લીધો હતો. ભાવનગરથી જુનાગઢ રૂટની એસટી. બસ સાથે વિદ્યાર્થીનો ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. બનાવના પગલે ઇજાગ્ર્સ્ત વિદ્યાર્થીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યારે એસટી. બસે સર્જેલા અકસ્માતના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.