Connect Gujarat
ગુજરાત

અમરેલી : હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારોની હાલત કફોડી, 8 હજાર કારખાના બંધ થવાની કગાર પર..!

ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે.

X

ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે. સુરત બાદ અમરેલી જિલ્લામાં 7થી 8 હજાર નાના મોટા હીરાના કારખાનાઓ આવ્યા છે. પણ કરમની કઠણાઈ છે કે, અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ મરણ પથારીએ આવીને ઉભો છે. હીરા ઉદ્યોગ પર નિર્ભર આશરે 50 હજાર રત્ન કલાકારો પોતાની રોજી રોટી રળી રહ્યા છે. પણ છેલ્લા 1 વર્ષમાં હીરા ઉદ્યોગ આર્થિક રીતે સાવ ભાંગી પડ્યો છે.

જોકે, કાળઝાળ મોંઘવારી અને ઉપરથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગતા હીરા ઘસુ રત્ન કલાકારોની હાલત કફોડી થવા પામી છે, ત્યારે હીરા ઘસી પેટનું ગુજરાન ચલાવતા દિવ્યાંગ ભરત વાઢેર હીરા ઘસવાનું મૂકીને અરજીઓ લખીને પેટિયું રળી રહ્યો છે. તો બીજી તરફ, હીરા ઉદ્યોગ થકી રોજી રોટી રળતા રત્ન કલાકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થવા પામી છે. હીરા ઉદ્યોગની મંદીના કારણે હીરા ઘસવા ન મળતા નાછૂટકે ભરત વાઢેર સરકારી અરજીઓ લખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

એક તરફ મોંઘવારી અને ઉપરથી રશિયા-યુક્રેઇન વચ્ચેના યુદ્ધના કારણે અમેરિકાએ લગાવેલી રોકથી કાચા રફ હીરાઓ 40થી 45 ટકા મોંઘા થઈ ગયા છે, જ્યારે તૈયાર થયેલા પોલીસ હીરાઓમાં માત્ર 20 ટકાનો વધારો થતાં કારખાનેદારોને છેલ્લા 1 વર્ષથી ઉદ્યોગ રગડ ધગડ ચલાવી રહ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં હીરાના કારખાનાઓ બંધ કરવાની સ્થિતિ આવીને ઉભી રહે તેવી ભીતિ કારખાનેદારોને સતાવી રહી છે. ચારે તરફ મંદી અને મોંઘવારીના અજગરી ભરડા વચ્ચે હીરા ઉદ્યોગની સ્થિતિ વધુ કફોડી જોવા મળી રહી છે, ત્યારે રત્ન કલાકારોની રોજી રોટી બચાવવા સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Next Story