Connect Gujarat
ગુજરાત

અમરેલી : ઠાંસા ગામ બનશે હરિયાળુ, નહિ પડે ઓકિસજનની ઘટ, જુઓ શું છે કારણ

ઠાંસા ગામમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું, યુવાનોએ ગામમાં 711 વૃક્ષોનું કર્યું વાવેતર.

X

ચોમાસાની ઋુતુ ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. અમરેલીના ઠાંસા ગામે યુવાનોએ 711 જેટલા વૃક્ષોનું વાવેતર કરી સમાજમાં અનુકરણીય દાખલો બેસાડયો છે.

પૃથ્વી પર વૃક્ષોની ઘટી રહેલી સંખ્યાના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વકરી રહી છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેર બાદ લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. અમરેલી જિલ્લાના દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન અને સુરત યુવા સંગઠનના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય વિરજી ઠુંમર, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હાજર રહયાં હતાં. લાઠીના ઇન્ચાર્જ મામલતદાર વી.જે.ડેર સહિતના અધિકારીઓ પણ પર્યાવરણના જતનના આ મહાયજ્ઞમાં સામેલ થયાં હતાં. ઠાંસા ગામના વતની અને સુરતમાં સ્થાયી થયેલાં યુવાનોના સહયોગથી 711 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Next Story