Connect Gujarat
ગુજરાત

અમરેલી: કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોના માથે આફત

છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

X

છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

આ છે અમરેલી જિલ્લાનું હાથસણી ગામ..હાથસણી, રુગનાથ પુર, ખોડી, સમઢીયાળા, દિતલા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ઘઉં ચણાના પાકો અગાઉ નષ્ટ થયા બાદ એક અઠવાડિયાથી પડતા કમોસમી વરસાદને કારણે મગ,તલ, ડુંગળી, બાજરી, ઘાસચારો પલળી જતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે તો ઉપરથી બાર માસે એકવાર ફાલ આવતી કેસર કેરી સાવરકુંડલા, ખાંભા પંથકમાં પાકે છે પણ કેરીના બગીચા ધરાવતા ખેડૂતોની કરમની કઠણાઈ છે કે સતત વરસાદથી કેરીઓમાં હજુ સાંખ પડીના હોય દાણો પડ્યો ના હોય છતાં કેરીના બગીચામાં હાલ કેરીઓ ઉતારવાની મજબૂરી થઈ છે જો કમોસમી વરસાદ કરા સાથે ખાબકે તો રહી સહિ કેરીઓ પણ ખરી પડે કા બગડી જાય માટે ના છૂટકે ખેડૂતો કેરીઓ અડધી કાચી કેરીઓ ઉતારી રહ્યા છે

Next Story