ઉનાળામાં આકરા તાપમાં પશુ-પંખીઓને પીવાના પાણીની વધુ જરૂર પડે છે, માટે આપણે સૌએ આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ, જેથી કોઈ પંખીને પીવાનું પાણી સહેલાઇથી મળી શકે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એનિમલ્સ લવર્સ ગ્રુપના જીવદયા પ્રેમી કૌશિક પટેલ અને તરુણ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ઘાયલ પક્ષીઓ તેમજ સરીસૃપોને પકડી જીવદયા તરીકેની સેવા આપે છે.
એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા અંકલેશ્વર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે પશુ-પંખીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે નગરપાલિકા કચેરી સામે તાલુકા પંચાયત કચેરી નજીક રાહદારીઓને વિનામુલ્યે પક્ષીઓને પીવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ અબોલ પશુ-પંખીની સેવા કરવા શહેરીજનોને પણ પોતાના મકાનની બહાર પાણીના કુંડા મુકવા અપીલ કરી હતી.