Connect Gujarat
ગુજરાત

4 એપ્રિલ ખોરવાશે રાજ્યમાં તબીબી વ્યવસ્થા ? શું સરકારી ડોક્ટર કરશે હડતાળ,જાણો વધુ

રાજ્યની સરકારી હોસ્પિટલના ડોક્ટરો 4 એપ્રિલ થી હડતાળ પર જશે.રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો જશે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

4 એપ્રિલ ખોરવાશે રાજ્યમાં તબીબી વ્યવસ્થા ? શું સરકારી ડોક્ટર કરશે હડતાળ,જાણો વધુ
X

રાજ્યની સરકારી હોસ્પિટલના ડોક્ટરો 4 એપ્રિલ થી હડતાળ પર જશે.રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો જશે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. 4થી એપ્રિલ થી હડતાળને કારણે સરકારી હોસ્પિટલમાં તમામ સેવાઓ ખોરવાશે. આમ એક સાથે 10 હજાર કરતાં વધુ તબીબો હડતાલ પર જશે. પડતર માંગોને લઈ હડતાળ પર જશે.

ઉલ્લેખનીય છે કે, એક મુદ્દાઓને લઈને ત્રીજી વખત તબીબ હડતાળ કરશે. આ અંગે હડતાળને લઈને ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, અમારો ભરોસો સરકાર પરથી તૂટી ગયો છે, હવે અમે હડતાળ કરીશું, વારંવાર રજૂઆત છતાં સરકારે અમારી વાત ન સાંભળી, નાણાં વિભાગના અધિકારીઓને કારણે ડોક્ટર અને સરકાર સામસામે આવશે. જો સરકાર અને તબીબો વચ્ચે સમાધાનકારી વાત નહિ બને તો 4 એપ્રિલે રાજ્યભરમાં તબીબી સેવા ખોરવાશે તો બીજીબાજુ રાજ્ય સરકાર દ્વારા આ અંગે હજી સુધી કોઈ નિવેદન નથી આવ્યું પણ સૂત્રોથી મળતા સમાચાર મુજબ રાજ્ય સરકાર આવનાર 1 કે 2 દિવસની અંદર સરકારી ડોકટર ના પ્રતિનિધિ મંડળ ને બોલાવે તેવી શક્યતા છે .

Next Story