અરવલ્લી : પડતર પ્રશ્ને આંગણવાડી કર્મચારી મહિલા સંગઠનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

ભારત બંધના આહ્વાનને લઇને ટાઉન હોલ ખાતે પડતર માંગ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

New Update
અરવલ્લી : પડતર પ્રશ્ને આંગણવાડી કર્મચારી મહિલા સંગઠનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

અરવલ્લી જિલ્લામાં ભારત બંધના આહ્વાનને લઇને ટાઉન હોલ ખાતે પડતર માંગ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારો કે, અન્ય કોઈ લાભ આપવાની જાહેરાત નહીં કરાતા આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર દેશમાં હડતાલ અને ભારત બંધનું એલાન આપવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓએ બેઠક યોજી હતી. જોકે, વિરોધ અને દેખાવો કરતા આગેવાનો સાથે 70થી વધુ પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Latest Stories