Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : ખારિયા ગામે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો...

ખારિયા ગામે શિવશક્તિ માધ્યમિક વિધાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારોહ યોજાયો હતો.

બનાસકાંઠા : ખારિયા ગામે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો...
X

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામે શિવશક્તિ માધ્યમિક વિધાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારોહ યોજાયો હતો.

કાંકરેજ તાલુકાના ખારિયા શિવશક્તિ માધ્યમિક અને ઉમાં વિદ્યાલયમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની ભાવિ કારકિર્દી પગથિયા સમાન માર્ચ 2022ની એસ.એસ.સી. થતા એચ.એસ.સી બોર્ડની પરીક્ષા આપવા માટે પ્રગતીપંથ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે તેઓનું પરિણામ અતિઉતમ આવે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે પ્રગતિપથ શુભેચ્છા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવનાર બોર્ડની પરીક્ષામાં ૧થી ૫ સુધી અવ્વલ નંબર લાવનાર વિદ્યાર્થીને ચાંદીનો સિક્કો વોટર બેગ રમતગમત કિટો સહિત રોકડ રકમ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ કનુભા વાઘેલા, ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર, માધ્યમિક શાળા આચાર્ય ધનુભા વાઘેલા, પ્રા. શાળા આચાર્ય પ્રહલાદ પ્રજાપતિ, શાળાના મંત્રી અરજણ દેસાઈ, કરશન જોષી, વાલસંગ વાઘેલા, અભેસંગ વાઘેલા, તલસંગ વાઘેલા, અંદરસિંહ વાઘેલા, કાળુભા વાઘેલા, પાર્થ એજ્યુકેશન સુરેશજી ઠાકોર, શાળાના આચાર્ય, શિક્ષક ગણ ટ્રસ્ટીગણ, સમસ્ત ગામના યુવાનો વડીલો આગેવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલાં વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story