Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સાયખા કેમિકલ ઝોનના કાંસમાં કેમિકલ યુક્ત પાણી વહ્યું, કાર્યવાહીની સ્થાનિકોની માંગ

ભરૂચ: સાયખા કેમિકલ ઝોનના કાંસમાં કેમિકલ યુક્ત પાણી વહ્યું, કાર્યવાહીની સ્થાનિકોની માંગ
X

વાગરાના સાયખા કેમિકલ ઝોનના કાંસમાં એક થી દોઢ કિલોમીટર સુધી કેમિલયુક્ત પાણી વહેતું હોવાથી આસપાસની જીવ સૃષ્ટિને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તંત્ર બે જવાબદાર ઉદ્યોગ સામે કાર્યવાહી કરે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

વાગરા વિલાયત GIDC અને સાયખાં કેમિકલ ઝોનમાં આવેલ કંપનીઓના વેસ્ટ વોટરની લાઇન સાયખાના મુખ્યમાર્ગની બાજુ માંથી પસાર થાય છે.છેલ્લા દોઢ - મહિના થી માર્ગની બાજુમાં આવેલ કાંસમાં એક - દોઢ કિલોમીટર સુધી કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થવાની સંભાવના જોવાઇ રહી છે.આ કેમિકલ યુક્ત પાણી નાળામાં કયાંથી આવ્યું તે પણ તપાસ નો વિષય છે.જો કે આ અંગે GPCB ના અધિકારીઓને સ્થાનિકો એ જાણ કરવા છતાંયે કાસમાં કેમિકલયુક્ત પાણી જેમનુ તેમ નજરે પડી રહ્યું છે.બીજા કિસ્સામાં સાયખાંના અન્ય એક કાંસમાં પણ લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી સતત વહી રહ્યુ છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ બે જવાબદાર ઉદ્યોગ સામે કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.

Next Story