Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજની SRF કંપની દ્વારા યોજાયેલ રસીકરણ કેમ્પ સંપન્ન

4 હજારથી વધુ લોકોએ રસી મુકાવી

ભરૂચ : દહેજની SRF કંપની દ્વારા યોજાયેલ રસીકરણ કેમ્પ સંપન્ન
X

ભરૂચ જિલ્લાની અદ્યોગીક વસાહત દહેજ સ્થિત SRF કંપની દ્વારા લોર્ડ્ઝ પ્લાઝા, ફોર્ચુન હોટલ અને ભરૂચની સેવન એક્સ હોસ્પિટલના સહયોગથી 5 દિવસ માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજની SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા 5 દિવસીય કોવિડ-19 રસીકરણ કેમ્પમાં 4 હજારથી વધુ લોકોએ કોવિશિલ્ડ રસીનો લાભ લીધો હતો.

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાનો મહામુલો જીવ ગુમાવ્યો છે. તો અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવતા કેટલાય કુટુંબો નિરાધાર થયાની વિગતો પણ સામે આવી છે. કોરોના સામેનો જંગ જીતવા માટેનો એકમાત્ર ઉપાય રસીકરણ છે, ત્યારે લોકોનું સ્વાથ્ય જળવાય અને કોરોનાનો ભોગ ન બને તે માટે જોલવા સ્થિત એસ.આર.એફ. કંપનીએ સતત 5 દિવસીય રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું. દહેજની લોર્ડ્ઝ પ્લાઝા, ફોર્ચુન હોટલ અને ભરૂચની સેવન એક્સ હોસ્પિટલ સહયોગથી આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લઈ રસીકરણ કરાવ્યુ હતું. તો સાથે જ કંપનીની લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા સેંકડો પરિવારોમાં ઉજાશ પાથરશે તેવા શુભ આશય સાથે લોકોએ પણ ઉત્સાહભેર આ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત કંપની કર્મચારીઓ, કોન્ટ્રાકટ કામદારો તેમના પરિવારો અને જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોએ રસીનો લાભ લીધો હતો. રસીકરણ કેમ્પમાં કંપનીના ગિરીશ ગોયલ, દિનેશ બાબુ, હિમાંશુ કડિયા, અરવિંદ આંત્રે, પુજા ચંદ્ર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story