Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ડચ કબ્રસ્તાન છે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમુનો, શું તંત્ર જાળવણી માટે આવશે આગળ ?

ભૃગુઋુષિની પાવન ધરા ભરૂચ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. વિદેશી શાસનકર્તાઓના સ્થાપત્યો હજી પણ ઇતિહાસની ગવાહી પુરી રહયાં છે

X

ભૃગુઋુષિની પાવન ધરા ભરૂચ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. વિદેશી શાસનકર્તાઓએ બનાવેલા સ્થાપત્યો હજી પણ ઇતિહાસની ગવાહી પુરી રહયાં છે ત્યારે બંબાખાના વિસ્તારમાં આવેલાં ડચ કબ્રસ્તાનના નવીનીકરણ અને જાળવણી માટે તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે....

https://youtu.be/d0OrCFBxEdYભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ.... ભરૂચ શહેર માટે આ કહેવત લોકોના મુખે સાંભળવા મળે છે પણ ભરૂચ શહેર ભવ્યાતિભવ્ય ભુતકાળ ધરાવે છે. ભરૂચ એક જમાનામાં વેપારનું મુખ્ય કેન્દ્ર હતું અને દેશ અને વિદેશના જહાજો ફુરજા બંદર ખાતે લાંગરતા હતાં. ભરૂચ બંદરેથી કપાસ, તેજાના સહિતની ચીજવસ્તુઓનો વેપાર થતો હતો. ખાસ કરીને અંગ્રેજ, પોર્ટુગીઝ અને ડચ ( વાલંદા) વેપારીઓ વેપાર કરવા માટે ભરૂચ આવતાં હતાં. બ્રિટીશરો અને વાલંદાઓએ વેપાર માટે ભરૂચમાં વખારોની સ્થાપના કરી હતી. ગુજરાતના રાજા સિધ્ધરાજ જયસિંહે ભરૂચ શહેરના રક્ષણ માટે નર્મદા નદીના કિનારે કિલ્લો બનાવ્યો હતો જે આજે પણ હયાત છે. આ કિલ્લાથી ત્રણ કિમી દુર ડચ ( વાલંદા)ઓએ કબ્રસ્તાન બનાવ્યું હતું અને તેની સ્થાપના 16મી સદીમાં કરવામાં આવી હતી. આ કબ્રસ્તાનમાં ચાર ડચ કબરો હજી પણ મોજુદ છે. ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપિકા મીનળબેન દવેએ જણાવ્યું હતું કે, ડચ સિમેટ્રીએ ઐતિહાસિક વારસો છે. તે ડચ સ્થાપત્યની કલા અને વિશેષતાને રજુ કરે છે અને કબરોની રચના વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના ગુંબજને મળતી આવે છે. ભરૂચમાં અનેક વિદેશી પ્રજા વેપાર માટે આવી હતી. 1772માં અંગ્રેજોના આગમન બાદ ડચ વેપારીઓ ભરૂચ છોડીને ચાલ્યાં ગયા હતાં પણ સ્થાપત્યનો વારસો મુકી ગયાં છે. હાલ ડચ સિમેટ્રીના ખસ્તાહાલ છે. વહીવટીતંત્રએ આ ઐતિહાસિક અને ભવ્ય વારસાને બચાવવા માટે પગલાં ભરવા જોઇએ..

Next Story