ભરૂચ: ઝઘડીયાની કંપનીઓમાં કોન્ટ્રાકટરો પાસેથી ખંડણીની માંગણી કરતા 2 માથાભારે ઇસમોની ધરપકડ

New Update

વડોદરા પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઔધોગીક વિસ્તારમાં અસમાજીક તત્વો કોન્ટ્રકટરો પાસેથી ખડણીની માંગણી કરી હેરાન પરેશાન કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચીરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઝગડીયા પોલીસે ખંડીણી અને મારામારીના કરી ધાક ધમકી આપવાના ગુનાના આરોપી હિતેશ ઉર્ફે કાળીયો બકોરભાઈ પટેલ રહે.

Advertisment

તલોદરા અને પ્રકાશ શુશીલ દ્વિવેદી રહે, ભડકોદરા ,અંક્લેશ્વરની ધરપકડ કરી હતી. આરોપીઓ ઝગડીયા GIDC વિસ્તારમાં નાના મોટા ઔધોગીક એકમોમાં બહારથી કોન્ટ્રકટરો ધ્વારા કન્સ્ટ્રકશનનું કામ કરતા હોય તેઓ પાસેથી કામ કરવા પૈસાની માગણી કરતા હતા જ્યારે જૈમિન પટેલ રહે. અંકલેશ્વર અને સુશીલ જેસ્વાલ રહે. અંકલેશ્વર નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડ ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.  

Advertisment