Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પાલેજની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની દ્વારા સી.એચ.સી. સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઇ

ભરૂચ : પાલેજની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની દ્વારા સી.એચ.સી. સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઇ
X

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકની ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા સી.એચ.સી. સેન્ટર, પાલેજને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રવૃતિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી અને આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવી એ સૌકોઈની ફરજ છે. છેલ્લા ઘણા સમયથી આવા સમયે ભરૂચ જિલ્લાની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. આ સંસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી લોકસેવાની સુવાસ ફેલાવી રહી છે. કોરોના કાળ દરમ્યાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઑક્સીજન બોટલ, ઑક્સીજન કોન્સન્ટ્રેટર મશીન, એમ્બ્યુલન્સ સહિત જરૂરી દવા અને સહાય સામગ્રી આપી અનેક સેવાભાવી સંસ્થાઓએ ખરા અર્થમાં લોકસેવા કરી બતાવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ પંથકની ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. જેમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીએ સી.એચ.સી. સેન્ટર, પાલેજને એક એમ્બ્યુલન્સ વાન અર્પણ કરી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સ વાન પાલેજ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ સહાયરૂપ સાબિત થશે તેમ પાલેજ સી.એચ.સી. સેન્ટરના સુપ્રિટેંડેન્ટે જણાવ્યુ હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, પાલેજ સી.એચ.સી. સેન્ટરના સુપ્રિટેંડેન્ટ સહિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીના અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story