સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના કબીરવડ મઢી ગામ ખાતે ૫૦ થી વધુ ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વર્તમાન પરિસ્થિતિમાં ઘણા પરિવારોની પરિસ્થિતિ કફોડી બની છે.તેવામાં અનેક સામાજિક સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકોનો આધાર બનવાનું કામ કર્યું હતુ.સામાજિક સંસ્થાઓએ આપેલ સેવાઓ આર્થિક રીતે પડી ભાંગેલા પરિવારો માટે આશીર્વાદ રૂપ બનવાનું કાર્ય કર્યુ હતુ. આજરોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સહયોગથી કબીરવડ મઢી ગામ ખાતે વિધવા બહેનોને ૫૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઇદ્રીશ કાઉજી, પૂર્વ પ્રમુખ નિલેશ ટેલર તેમજ અતુલ ફાઉન્ડેશન ગ્રુપના હોદ્દેદારો અને પત્રકાર સંઘના સભ્યો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો