ભરૂચ ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના કામદારો બે માસથી હડતાળ પર
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોને વેતનમાં વધારો નહીં મળતાં તેમજ કોઇપણ જાતની મેડીકલ સુવિધાઓ નહિં મળતાં કામદારો છેલ્લા બે માસથી હડતાળ પર

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોને વેતનમાં વધારો નહીં મળતાં તેમજ કોઇપણ જાતની મેડીકલ સુવિધાઓ નહિં મળતાં કામદારો છેલ્લા બે માસથી હડતાળ પર ઉતર્યા છે પરંતુ હજુ સુધી તેમની માંગણીઓ કંપનીના સત્તાધીશો દ્વારા સ્વીકારવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
કામદારોએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યુ હતું કે કંપનીના અન્ય કર્મચારીઓના પગાર વેતનમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે પરંતુ કામદારોના પગારમાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવતો નથી તેમજ કોરોના મહામારી દરમિયાન કોઇપણ જાતની મેડીકલ સુવિધા કામદારોને આપવામાં આવી નથી જેથી છેલ્લા બે મહિનાથી વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપનીના કામદારો હડતાળ પર ઉતર્યા છે અને પોતાની માંગણીઓ જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી કામ પર ન જઈ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી.