/connect-gujarat/media/media_files/2025/01/13/H0tFDvqu8LJkXARg2sYv.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વાસણ ભંડાર દુકાનની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગનો SOG પોલીસે પર્દાફાશ કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેર વિસ્તારમાં મીરાનગર પાકીજા હોટલ પાછળ આવેલ ખુશી વાસણ ભંડાર નામની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા. પોલીસે સ્થળ પરથી કાપશોન કંપનીનો 15 કિલોનો એક ખાલી ગેસનો સિલિન્ડર, 15 કિલોના ગેસ ભરેલા 3 બોટલ, 5 કિલોની ખાલી અને ભરેલી 7 બોટલ, ગેસ રીફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી રૂ.7,300 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ પોલીસે ખુશી વાસણ ભંડાર નામની દુકાનના માલિક રામનિવાસ ચિન્ટુ શિવચંદ્ર યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.