ભરૂચ: નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિધાર્થીઓને એડમિશન આપવાની માંગ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

New Update

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

શિક્ષણ વિભાગ એક ઓરડામાં ૬૦ વિધાર્થીઓને બેસાડવા માટેની મંજુરી આપે છે.પરંતુ એક ઓરડામાં ૮૦ વિધાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટીસંખ્યામાં વિધાર્થીઓ શિક્ષણકાર્યથી વંચિત રહેવાની ચોકાવનારી માહિતી મળી છે.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં કોંગ્રસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિધાર્થીઓ-વાલીઓએ હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો હતો.શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિધાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી  
આ તરફ ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસવાએ જણાવ્યું હતું કે,તમામ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે.ક્રમશ: વિધાર્થીઓને એડમિશન આપવમાં આવી રહ્યા છે અને શાળમાં વધુ ઓરડાની મંજુરી શિક્ષણ બોડઁ દ્વારા આપવામાં તે માટે લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: રૂંગટા વિદ્યાભવન ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું  ઉદ્ઘાટન, વિધ્યાર્થીઓમાં તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો ઉદેશ્ય

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન

  • મોડેલ યુનાઇટેડ નેશન્સનું આયોજન

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન- 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે  શ્રીજન પાલસિંહ  CEO – કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મહાનુભાવો દ્વારા Future Zone Booklet નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યો.કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગટાએ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો.