ભરૂચ : ઝઘડીયાના સરદારપુરા, ખરચી ગામના અગ્રણીઓ દ્વારા રોડ મુદ્દે આવેદન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે

author-image
By Connect Gujarat Desk
New Update

સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ દ્વારા આવેદન

આવેદનપત્ર પાઠવી પેમેન્ટ અટકાવવાની માંગ

સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ કામ ન થતાં આવેદન

ટેન્ડરની શરતોનો ભંગ થતાં રોષ

જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ કામ થયેલ ન હોવાનો આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી હતી.

ઝઘડિયા તાલુકાના સરદાર પૂરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે સ્ટેન્ડીંગ ઓફ ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ  થયેલ નથી. જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવેલ છે જેમાં  સી.સી.ગોડમાં એમ. ફોર-ટી નો માલ પ્લાન્ટ-એસ્ટીમેન્ટ (ટેન્ડર) મુજબનો  હતો .

પરંતુ સી.સી. રોડમાં કટકી કરવાના ઈરાદે એમ.ફોર-ટીનો માલ વાપરેલ નથી.તેમજ  સી.સી.રોડમાં પ્રાથમિક દૃષ્ટીએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્ષ આવતી શુકલર્તીથની રેતી વાપરેલ છે જેમાં પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલ છે.તે ઉપરાંત  સી.સી. રોડ માં જી.એસ.બો. ટેન્ડર મુજબ સાવલીયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે. પરંતુ રાજપારડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી  કોન્ટ્રાકટર ધ્વારા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે. જેને પગલે તપાસ માટે માંગ કરી હતી.

Latest Stories