Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન, અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું

ભાવનગર: મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન, અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું
X

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા ગામનાં વતની પરેશભાઈ કિરીટભાઈ નાથાણી નામના આર્મી જવાનું નિધન થયુ છે. તેઓ ૬૮ આર્મડ રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતાં. તેમનું નિધન થતાં આજે સવારે મોટા ખોખરા ગામે તેમનાં પાર્થીવ દહેને લાવવામાં આવ્યો હતો અને આર્મીનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન સાથે આર્મીમેન પરેશભાઈ નાથાણીની અંતિમવિધિ કરાઈ હતી.

વાણંદ સમાજનું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી ૧૭ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતાં , માત્ર બે જ વર્ષ રિટાયરમેન્ટ ના બાકી રહ્યા હતા તે દરમિયાન હાર્ટએટેકનો હુમલો આવતા અવસાન થયું છે. આર્મી મેન જમ્મુના કાલચક રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા પરિવારમાં એક દીકરો નમન ઉમર વર્ષ ૮ અને એક દીકરી જીયા ઉમર વર્ષ ૪ તેમજ પરિવારમાં અન્ય સભ્યો એવા અવસાન થયેલ આર્મી જવાનના મોટા ભાઈ પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા છે.


આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને આજે મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું અને હીબકે ચઢ્યું હતું.

Next Story
Share it