Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મહુવામાં કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી સાથે 10.50 લાખની લૂંટ ચલાવી ઇસમો ફરાર

ભાવનગરના મહુવામાં તાવેડા ગામના પાટિયા પાસે કિઝ ફુડ્ઝના કર્મચારીને બે બાઈકમાં આવેલા ત્રણ ઈસમોએ છરીની અણીએ રૂ. 10.50 લાખની લૂંટ ચલાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

ભાવનગર: મહુવામાં કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી સાથે 10.50 લાખની લૂંટ ચલાવી ઇસમો ફરાર
X

ભાવનગરના મહુવામાં તાવેડા ગામના પાટિયા પાસે કિઝ ફુડ્ઝના કર્મચારીને બે બાઈકમાં આવેલા ત્રણ ઈસમોએ છરીની અણીએ રૂ. 10.50 લાખની લૂંટ ચલાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મોડી સાંજે મહુવા પોલીસમાં અજાણ્યા 3 ઈસમો વિરૂદ્ધ ફરિયાદમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા સાવરકુંડલા રોડ પર આવેલા કિઝ ફુડ્ઝનો કર્મચારી નહેરુ વસાહત ખાતે રહેતા પ્રીતેશ મંગળભાઈ મોઠીયા શુક્રવારે બપોરના 2.20 સમયગાળા દરમિયાન મહુવાથી નાના જાદરા ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે તાવેડા ગામના પાટિયા પાસે બે મોટરસાઈકલમાં કુલ 3 વ્યક્તિઓએ તેમનો પીછો કરી અપશબ્દો કહી બાઈક ઉભી રખાવી તેમના ગળા ઉપર ચાકુ રાખી ઇજા કરી તેમની પાસે બેગમાં રહેલા રૂ.10,50,000ની લુંટ કરી આસરાણા ચોકડી તરફ નાસી ગયા હતા.

બનાવ અંગે પ્રિતેશભાઈ મંગળભાઈ મોઠિયાએ મહુવા પોલીસ મથકમાં મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં મહુવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતી. આ લૂંટારૂંઓનું પગેરું મેળવવા પોલીસે મહુવા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. જ્યારે બીજી તરફ આ ઈસમોને ઝડપી પાડવા અમરેલી અને ભાવનગર જિલ્લાની નાકાબંધી કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, કિઝ ફુડ્ઝના કર્મચારી પ્રિતેશભાઈ આ કંપનીમાં છેલ્લા 10-12 વર્ષોથી નોકરી કરતા હતા અને કંપનીના એકાઉન્ટ, બેંક અને બહારના અન્ય કામો સંભાળતા હતા. તેઓ બેંકના કામ અર્થે આટલી રકમ ઘણી વાર લઈ જતાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ લુંટ કરનારા કોઈ જાણ ભેદું હોઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Next Story