ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનો પૈકી 800થી વધુ મકાનો 1 વર્ષથી તૈયાર થઈ ગયા હોવા છતાં લાભાર્થીઓને ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગરીબ વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવે છે અને તેમાં લોકોને સસ્તા દરે મકાન મળી રહે એ રીતે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2496 મકાનો બનાવવામાં આવ્યા છે.આ મકાનો પૈકી 800થી વધુ મકાનો 1 વર્ષથી તૈયાર થઈ ગયા હોવા છતાં તે મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા નથી લાભાર્થીઓનું કહેવું છે કે તેઓ હાલ ભાડાના મકાનમા રહે છે તેનું ભાડું ભરવું પડે છે અને બીજીબાજુ બેંકમાથી લીધેલ લોન પણ ચાલુ છે, આથી સરકારે આ મકાનો અમને તાકીદે ફાળવી દેવા જોઈએ.