Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોળિયાક તિર્થના સમુદ્ર કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન, સાધુ-સંતો સહિત પત્રકારો પણ જોડાયા...

ભાવનગર : કોળિયાક તિર્થના સમુદ્ર કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન, સાધુ-સંતો સહિત પત્રકારો પણ જોડાયા...
X

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જમીનની સ્વચ્છતા સાથે દરિયાઇ સ્વચ્છતા પણ અગત્યની છે. તેમાં પણ ભાવનગર જીલ્લો મોટા પ્રમાણમાં દરિયા કિનારો ધરાવે છે, ત્યારે આ દરિયા કિનારાની સ્વચ્છતા પણ ખૂબ અગત્યની છે. તેને ધ્યાનમાં રાખીને ગરીબદાસ બાપુના નેતૃત્વમાં પ્રસિદ્ધ કોળીયાક તીર્થના દરિયા કિનારે ગત રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગરીબદાસએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, દેહની શુદ્ધતા જેટલી જરૂરી છે. તેટલી જ પ્રકૃતિની સ્વચ્છતા પણ જરૂરી છે. પ્રકૃતિ જેટલી સ્વચ્છ હશે તેટલી જ આપણને સ્વચ્છ હવા, પાણી ઉપલબ્ધ બનવાના છે. તેમણે ઉમેર્યું કે, પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધનના સંસ્કારો પરાપૂર્વથી આપણને મળ્યાં છે, પરંતુ આપણામાં રહેલી કેટલીક આળસને કારણે અથવા ભૌતિકવાદની ફાસ્ટ દુનિયામાં એનાં પ્રત્યે આપણે દુર્લક્ષ સેવી રહ્યા છીએ. તેના પરિણામે આપણે અત્યારે વાતાવરણના બદલાવોના ફેરફારની વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. જ્યાં ઠંડી પાડવી જોઈએ ત્યાં ગરમી પડે છે, જ્યાં ગરમી પડવી જોઈએ ત્યાં ઠંડી પડે છે, જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ પડે છે અને જ્યાં વરસાદ પડવો જોઇએ ત્યાં વરસાદ પડતો નથી.આમ, વાતાવરણમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે. ક્લાઈમેટ ચેન્જએ આજના સાંપ્રત જીવનનો સળગતો પ્રશ્ન બન્યો છે અને વૈશ્વિક સ્તરે પણ તેના અંગેની ચર્ચાઓ અને મનોમંથન થઈ રહ્યાં છે, ત્યારે આપણે આપણી આસપાસ રહેલા પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. તેને ધ્યાનમાં રાખીને વરતેજ નાની ખોડિયાર માતાજી જીવદયા સંસ્થા દ્વારા કોળિયાક તિર્થના સમુદ્ર કિનારે સફાઇ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Next Story