ભાવનગર: રખડતા ઢોરના કારણે બે લોકોના મોત,લોકોમાં જોવા મળ્યો આક્રોશ

અકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા

New Update

ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત વધી રહ્યો છે.શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લઈને બે અકસ્માતો સર્જાતા ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા ભાવનગર શહેરના દસ નાળા નજીક કારની અડફેટે ગાય આવી જતા કારે પલ્ટી મારી હતી.અકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.જેમાં સારવાર દરમિયાન હુસનાબેન ડેરૈયા નું થયું મોત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા આખલાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Advertisment