કચ્છ : ભુજમાં યુવા પેઢી દ્વારા ફોટોગ્રાફી દિવસની કરાય ઉત્સાહભેર ઉજવણી

New Update

આજે તા. 19 ઓગસ્ટ એટલે કે, વિશ્વ ફોટોગ્રાફી દિવસ... વર્ષ 1938થી ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. અગાઉ એક તસ્વીર ખેંચવામાં ઘણી મહેનત થતી હતી. જોકે, આજના ટેકનોલોજીના યુગમાં કેમેરામાં ફીચર્સ વધી ગયા છે. જેથી તાત્કાલિક તસ્વીર ખેંચી સોશ્યલ મીડિયામાં અપલોડ કરી શકાય છે, ત્યારે આજે કચ્છ જિલ્લાના ભુજમાં પણ યુવા પેઢી દ્વારા ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભુજમાં ડુંગર અને રાજાશાહી મહેલો, તળાવો જેવા રમણીય સ્થળો આવેલા હોવાથી આજે સવારથી યુવાઓ કેમેરા લઈને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા. જેમાં ફોટા ખેંચી ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે યુવાઓમાં પ્રાચીન વારસા જેવા સ્મારકો અને આપણી ઐતિહાસિક ધરોહરો અંગે જાગૃતિ આવે તેવો ઉદ્દેશ પણ રખાયો હતો. વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા લોકોને ભેગા કરે છે કે, જેઓ ફોટોગ્રાફી માટે ઉત્સુકતા ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં આ કલા સ્વરૂપ વિશે જાગૃતિ પણ ફેલાવે છે. ફોટોગ્રાફી હંમેશા સ્ક્રીન પર ઇમેજ રજૂ કરવાની પ્રક્રિયા કરતાં ઘણી વધારે રહી છે. ફોટોગ્રાફરો સતત બદલાતી ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટોગ્રાફી કલાને જીવંત બનાવે છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે તા. 19 ઑગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.