Connect Gujarat
ગુજરાત

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના વતન થરાદ આવી પહોચ્યા, કુળદેવી માતાના દર્શન કર્યા..

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના વતન થરાદ આવી પહોચ્યા, કુળદેવી માતાના દર્શન કર્યા..
X

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા. પોતાના પાંચેય ભાઈઓ સાથે હેલિકોપ્ટર મારફતે થરાદ પહોંચી શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે મુલાકાત પણ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાનું થરાદ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું પૈતૃક વતન છે, ત્યારે ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન થરાદ ખાતે આવી પહોંચ્યા હતા. શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી માતાજી આગળ શીસ ઝુકાવી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જોકે, થરાદમાં હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરતા ગૌતમ અદાણી ઉત્સાહ સાથે તૈયારી બતાવી હતી. ઉપરાંત સારી જગ્યા જોયા બાદ પોતાના વતનમાં સારી હોસ્પિટલ બનાવવાની તૈયારી દર્શાવતા આગેવાનોએ ગૌતમ અદાણીનો આભાર માન્યો હતો. ગૌતમ અદાણી પાસે અત્યાર સુધી 71.3 અરબ ડોલરની સંપત્તિ છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિનો નફો થયો છે. અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા 10 દિવસમાં શ્રેષ્ઠ ઉછાળો જોવા મળ્યો છે. મુકેશ અંબાણી અને ચીની ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ 87.8 અરબ ડોલર અને 66.6 અરબ ડોલર છે.

Next Story