Connect Gujarat
ગુજરાત

સીએમ ભુપેન્દ્ર પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૌપ્રથમ VMCના આટલા કરોડના બૉન્ડના લિસ્ટિંગમાં કર્યો ઘંટનાદ

વડોદરા મનપાની 100 કરોડના બોન્ડ નું આજે BSE માં લિસ્ટિંગ થયું છે. BSE ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘંટનાદ કર્યો હતો.

સીએમ ભુપેન્દ્ર પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૌપ્રથમ VMCના આટલા કરોડના બૉન્ડના લિસ્ટિંગમાં કર્યો ઘંટનાદ
X

વડોદરા મનપાની 100 કરોડના બોન્ડ નું આજે BSE માં લિસ્ટિંગ થયું છે. BSE ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘંટનાદ કર્યો હતો. આ દરમિયાન મ્યુનિ.કમિશનર, મેયર કેયુર રોકડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશને ડિબેન્ચર ની જેમ બોન્ડ બહાર પાડી 100 કરોડનું સ્વ ભંડોળ ઉભુ કર્યું છે. કેન્દ્ર સરકારે બોન્ડ થકી ફંડ ઉભું કરવા 26 મનપાને માન્યતા આપી છે. સ્માર્ટ સીટી મિશન અને અમૃત યોજના હેઠળ માન્યતા અપાઇ છે. વડોદરા કોર્પોરેશન 100 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે. જે બોન્ડ 1007 કરોડ સુધી 7.15 ટકાના દરે સબ્સ્ક્રાઇબ થયા હતા

CM ભૂપેન્દ્ર પટેલે મુંબઈ માં આયોજિત સમારોહમાં સંબોધન કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાનગરો, શહેરમાં વસવાટ કરતા નાગરિકો ની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડ થી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાઇનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની ગુજરાતની મહાનગરપાલિકાઓ સફળતા મેળવી છે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્બન લોકલ બોડીઝ, શહેરી વિકાસ વિભાગ અને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ ઊભા કરી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડીઝ પ્રૂડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટની પ્રેરણા આપી છે.

આવા બોન્ડના ભંડોળથી અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર કામોની વૃદ્ધિ સાથે લોક સહભાગીતાને પણ સાંકળી સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ નેમ તેમણે પાર પાડી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા ત્રીજી મહાનગરપાલિકા છે જેણે આવા બોન્ડની શહેરી સુખાકારીના કામોને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, અર્બનાઇઝેશન હવે ચેલેન્જ નહિ, ઓપોર્ચ્યુનિટી બની ગયું છે અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી શહેરો લવેબલ, લિવેબલ બનવા લાગ્યા છે. શહેરી સુખાકારીની વ્યાખ્યા લાઈટ, પાણી, ગટર રસ્તાથી વિસ્તરીને ઇઝ ઓફ લિવિંગ સુધી પહોંચી છે. ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે દેશમાં ઉજવાય છે ત્યારે 'અમૃત' મિશન માટે કેન્દ્રીય સહાય ઉપરાંત આ બોન્ડ થી મળેલી જનભાગીદારી વડોદરા મહાનગર વિકાસને આવનારા સમયનો અમૃત કાળ બનાવશે.

Next Story