હાલમાં ફરી એકવાર કોરોના માથુ ઉંચકી રહયો છે ત્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સી.એમ.સહિતના આગેવાનોએ હાજરી આપી હતી ત્યાર બાદ સી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. હાલ તેઓને કોરોનના હળવા લક્ષણ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે તારીખ 1લી જુલાઇએ રથયાત્રા યોજાનાર છે. રથયાત્રામાં પહિંદ વિધિ મુખ્યમંત્રી જ કરતાં હોય છે પરંતુ સી.એમ.ને કોરોના પોઝિટિવ આવતા હવે આ વિધિ કોણ કરશે એના પર એક સસ્પેન્શ છે
Breaking News : CM ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હળવા લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
સી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો
New Update
Latest Stories