Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ સાથે કરશે મુલાકાત...

પાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે,

હાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ સાથે કરશે મુલાકાત...
X

પાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે, ત્યારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાતની મુલાકાત કરશે. આજથી પ્રથમ દિવસે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે. હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી જવાથી કોંગ્રેસને થનાર નુકશાન સરભર કરવા તેમજ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરશે.

હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા વાર કરતાં કહ્યું છે કે, હાર્દિક પટેલે પહેલાથી જ મન બનાવી લીધું હતું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ જોવા મળી રહ્યા હતા. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા છે માટે હાર્દિક ડર હતો કે, મારું રાજકારણ પૂરું થઇ ગયું તેથી પહેલેથી જ મન બનાવી કોંગ્રેસ પર આરોપ મૂકવાનું શરૂ કરી રાજીનામું આપી દીધું.

કોંગ્રેસ દ્વારા હાર્દિક પર આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ હાર્દિકને ઉંમર, અનુભવ અને અપેક્ષા કરતા વધારે આપતા કોઈપણ અનુભવ વગર કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. વર્ષ 2019થી હાર્દિક તમામ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક રહ્યા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ-પ્રભારી મોટરકારમાં પ્રચાર કરતા હતા, ત્યારે હાર્દિક પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્દિકના કહ્યા પ્રમાણે ટિકિટ અપાઈ હતી. વિરમગામ વિધાનસભામાં આવતી 3 તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક હાર્દિકના કહ્યા પ્રમાણે અપાઈ. એમાંથી હાર્દિક એક પણ બેઠક જીતાડી શક્યા ન હતા. આ સિવાય મોરબી વિધાનસભા બાય ઇલેક્શનમાં જવાબદારી અપાઈ પણ પરિણામ ના મળ્યું. કાર્યકારી પ્રમુખની કેબિનમાં અત્યારસુધી પ્રવેશ સુધ્ધાં ન કર્યો હતો. આમ હવે કોંગ્રેસ અને હાર્દિક આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.

Next Story