Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના નેતાઓની નારાજગી થશે દૂર, નવા સંગઠનની રચનાની તૈયારી શરૂ કરાઇ

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા વધુ એક નવા સંગઠનની તૈયારી કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓની નારાજગી થશે દૂર, નવા સંગઠનની રચનાની તૈયારી શરૂ કરાઇ
X

હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષની સામે સવાલો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં 25 નેતાઓને વાઈસ પ્રેસિડેન્ટ, 75 જનરલ સેક્રેટરી અને 19 જિલ્લા-શહેર પ્રમુખ જાહેર કર્યા હતાં. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા વધુ એક નવા સંગઠનની તૈયારી કરવામાં આવી છે. ટુંક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ સંગઠનના પાર્ટ - 2 જાહેર કરશે. જેમાં 182 સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે.આ ઉપરાંત નવા ત્રણ કાર્યકારી પ્રમુખ નિમણુંક કરી શકે છે. કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજમાંથી કાર્યકારી પ્રમુખ માં યુવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે.

કોંગ્રેસમાં વધુ એક સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની જાહેરાત થવામાં વાર લાગશે. કોંગ્રેસના બીજા સંગઠનમાં 182 મંત્રી હશે. તેમને એક વિધાનસભા બેઠક દીઠ પ્રદેશ કક્ષાથી જવાબદારી સોંપવામા આવશે. આ ઉપરાત 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. મંત્રી એટલે સેક્રેટરી સાથે જોઇન્ટ સેક્રેટરી નિમણૂક પણ કરાશે. કોંગ્રેસ નવું સંગઠન વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી જમ્બો હશે. તમામ જિલ્લા અને સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. તમામ 182 મંત્રીઓને વિધાનસભા બેઠક દિઠ પ્રભારી બનાવાશે.

અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપ પ્રમુખ અને મહામંત્રી જાહેરાત કરાઇ હતી. જેમાંથી 26 લોકસભા બેઠક દિઠ એક ઉપ પ્રમુખ અને એક મહામંત્રીને ઇન્ચાર્જ બનાવાશે. આ ઉપરાત અન્ય મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભારી બનાવામા આવશે.દરેક વિધાનસભા દિઠ સેક્રેટરી ઉમેદવાર પંસદગી માટે રીપોર્ટ તૈયાર કરશે. જે લોકસભા ઇન્ચાર્જ પાસે જશે. અને ત્યાર બાદ ચાર સહ પ્રભારી છે જેઓ ઝોન દિઠ ઇન્ચાર્જ હશે. તેઓ પાસે ઉમેદવારનો અહેવાલ એટલે કે રીપોર્ટ આપવામા આવશે.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવ અંગેનું એનાલિસિસ કર્યા બાદ હાઇકમાન્ડ પણ 2022ની ચૂંટણી માટે ફરીવાર માધવસિંહ સોલંકીની KHAM થિયરી અપનાવવા જઈ રહી હોય તેવું કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે. કેમકે જે મતદારો 2017માં ભજપથી વિમુખ થયા હતા તે ફરી 2022માં કોંગ્રેસને મત આપે, તેની સાથે કોંગ્રેસના કમિટેડ મતદારો કે જે પ્રદેશ નેતાઓથી નારાજ છે, તેમને પણ એવો અહેસાસ થાય કે હવે કોંગ્રેસમાં આપણા સમાજ-જ્ઞાતિના આગેવાનોને અગ્રીમ હરોળમાં લાવે છે, તો આવા મતદારો પણ ફરી એકવાર કોંગ્રેસ ને સાથ આપી શકે છે.

Next Story