Connect Gujarat
ગુજરાત

Covid – 19 : રાજ્યમાં આજે કોરોનાના નવા 09 પોઝિટિવ કેસ નોધાયા

Covid – 19 : રાજ્યમાં આજે કોરોનાના નવા 09 પોઝિટિવ કેસ નોધાયા
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કુલ 4767 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 03, દાહોદમાં 02, વજોદરામાં 02, ગાંધીનગર શહેરમાં 01, વડોદરા શહેરમાં 01 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર જિલ્લાઓમાં કોરોનાનો સફાયો થઈ ગયો છે. આજે અમદાવાદ શહેરમાં 01, દાહોદમાં 01, વડોદરા શહેરમાં 02, મહેસાણાના 02 દર્દી મળીને કુલ 06 દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12,12,932 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાના ફક્ત 67 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસ પૈકીના એક પણ કેસ વેન્ટિલેટર પર નથી. રાજ્યમાં 67 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે કુલ 12,12,932 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યનો મૃત્યઆંક 10942 પર યથાવત છે. આજે રાજ્યમાં કુલ 35,616 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,62,61, 7463 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Next Story