Connect Gujarat
ગુજરાત

Covid-19 : ભાવનગર શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ

ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના 6 નવા કેસ નોધાયા છે

Covid-19 : ભાવનગર શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ
X

ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના 6 નવા કેસ નોધાયા છે, શહેરમાં પાંચ પુરુષ અને એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, છેલ્લા ચાર દિવસમાં 22 કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 34 પર પહોંચ્યો છે. શહેરમાં 31 અને ગ્રામ્યનો 3 એક્ટિવ કેસ છે.

ભાવનગર શહેરમાં આજે 5 પુરુષ અને એક સ્ત્રી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે 6 નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક 34 પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ 21 હજાર 502 કેસ પૈકી હાલ 34 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયેલુ છે.

Next Story