Connect Gujarat
ગુજરાત

દાહોદ: 3 વર્ષથી ઝુપડામાં કેદ માનસિક રીતે અસ્વસ્થ યુવતીને સામાજિક સંસ્થાઓએ કરાવી મુકત

દાહોદ: 3 વર્ષથી ઝુપડામાં કેદ માનસિક રીતે અસ્વસ્થ યુવતીને સામાજિક સંસ્થાઓએ કરાવી મુકત
X

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે છેલ્લા ત્રણ વર્ષથી એક 30 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ યુવતીને બાંધી રાખી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાએ સ્થાનીક પોલીસને સાથે રાખી યુવતીનું રેશ્ક્યું કરી મહિલા આશ્રમ ખાતે માકેલી આપવામાં આવી છે. જ્યારે દાહોદ શહેરમાંથી પણ એક આવી જ માનસિક અસ્વસ્થ મહિલાને પણ આ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે એક 30 વર્ષીય મંદબુદ્ધિની મહિલાને છેલ્લા 3 વર્ષથી ખેતરના એક ઢાળીયામાં સાંકળ વડે બાંધી રાખવામાં આવી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાને થતાં તેઓ કતવારા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતાં અને જ્યાં મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું.બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવીજ એક મંદબુદ્ધિની મહિલા દાહોદ શહેર અને ખાસ કરીને ગોદી રોડ વિસ્તારમાં ફરતી હોવાનું ટીમને જાણવા મળતાં ટીમ કતવારાથી સીધી દાહોદ આવી પહોંચી હતી અને ગોદીરોડ ખાતેથી પણ એક મંદબુદ્ધિની મહિલાનું રેસક્યું કરી તેને પણ મહિલા આશ્રમ ખાતે મોકલી દેવામાં આવી હતી.

Next Story