Connect Gujarat
ગુજરાત

દાહોદ : ત્રણ છાત્રો હજી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયા, અધિકારીઓએ લીધી પરિવારોની મુલાકાત

દાહોદ શહેરના ત્રણ વિધાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલાં હોવાથી દાહોદના પ્રાંત અધિકારી અને દાહોદના ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈ દ્રારા પરીવારને સાંત્વના પાઠવવા માટે તેમના ઘરે ગયા હતા.

દાહોદ : ત્રણ છાત્રો હજી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયા, અધિકારીઓએ લીધી પરિવારોની મુલાકાત
X

દાહોદ શહેરના ત્રણ વિધાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલાં હોવાથી દાહોદના પ્રાંત અધિકારી અને દાહોદના ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈ દ્રારા પરીવારને સાંત્વના પાઠવવા માટે તેમના ઘરે ગયા હતા.

દાહોદ જિલ્લામાંથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી ૦૩ વિદ્યાર્થી હાલ પણ યુક્રેનમાં ફસાયેલા છે જેને લઈને દાહોદ પ્રાંત અધિકારી, ડિવાયએસપી અને દાહોદ શહેર પોલીસ મથકના પી.આઈ.ની ટીમ આજે ૦૩ વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓના બાળકોને લાવવાની સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી તેઓને સાત્વના પાઠવી હતી.



દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાંથી કુલ ૧૦ વિદ્યાર્થી યુક્રેન એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા માટે ગયાં હતાં. હાલ યુક્રેન અને રશીયા વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી છેડાયેલા યુધ્ધને પગલે સૌ કોઈ ચિંતિત છે. યુક્રેનમાં પરિસ્થિતિ ખુબજ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વતન આવવા માટે રવાના થઈ રહ્યાં છે અને રસ્તામાં ઘણા ઠેકાણે વિદ્યાર્થીઓ ફસાઈ પણ ગયાં છે. ખાસ કરીને દાહોદ શહેરના ૧૦ વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયાં હતાં. જે પૈકી ૦૩ વિદ્યાર્થીઓ હાલ પણ યુક્રેનમાં ફસાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ દાહોદ પ્રાત અધિકારી, ડિવાયએસપી અને દાહોદ શહેર પોલીસ મથકના પી.આઈ. ની ટીમ દાહોદ શહેરમાં આવેલા ૦૩ વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓના બાળકો હાલ ક્યાં છે અને કંઈ પરિસ્થિતીમાં છે , કંઈ જગ્યાએ રોકાયેલ છે વિગેરે માહિતી પરિવારજનો પાસેથી મેળવી ફોર્મેટમાં ભરીને મેળવી લીધી હતી અને પરિવારજનોને સાત્વના પાઠવવામાં આવી છે. સરકાર દ્વારા આ માટે વિદ્યાર્થીઓને યુક્રેનથી બહાર કાઢવા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે અને સહી સલામત ભારતીય વિધાર્થીઓને પરત લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે તેમ દાહોદ વહીવટી તેમજ પોલીસ વિભાગના અધિકારી દ્રારા જણાવ્યું હતું

Next Story