Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવા વિશ્રામગૃહનું કરાયુ લોકાર્પણ…

સત્તાને સેવાનુ સાધન બનાવીને શ્રેણીબદ્ધ વિકાસ કામોની પ્રજાજનોને ભેટ આપીને, રાજ્ય સરકાર, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે,

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવા વિશ્રામગૃહનું કરાયુ લોકાર્પણ…
X

સત્તાને સેવાનુ સાધન બનાવીને શ્રેણીબદ્ધ વિકાસ કામોની પ્રજાજનોને ભેટ આપીને, રાજ્ય સરકાર, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે, તેમ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદીએ વઘઇ ખાતે જણાવ્યુ હતું.

ચિખલીથી સાપુતારાને જોડતા ચાર માર્ગીય રોડના કામનો ઉલ્લેખ કરતા માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીએ, પ્રવાસનના માધ્યમથી સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવાનો અભિગમ રાજ્ય સરકાર કરી રહી છે તેમ જણાવ્યુ હતું. સાપુતારા-શબરીધામ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવનિર્મિત માર્ગના નેટવર્કથી, આગામી દિવસોમાં પ્રજાજનોના વિકાસના નવા દ્વાર ખુલશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા વિશ્વ પ્રવાસીઓને, ગિરિમથક સાપુતારા સુધી આવવા-જવા માટે નવતર સુવિધાઓ ઉપલબ્ધ થાય

તે સાથે સ્થાનિક રોજગારીનો વ્યાપ વિસ્તારી શકે તેવો ઉમદા.આશય રાજ્ય સરકારનો છે, તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતું. ડાંગ જેવા પ્રાકૃતિક જિલ્લામાં સ્થાનિક રોજગારીના સીમિત સાધનો વચ્ચે, પ્રવાસન પ્રવૃતિનો વ્યાપ વધારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી, સી-પ્લેનની શકયતા અંગે પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે તેમ મંત્રીએ જણાવ્યુ હતું.

Next Story