Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ડ્રગ્સના વધુ 47 પેકેટ સાથે સલાયાના 2 રહેવાસીની ધરપકડ, રૂ. 226.84 કરોડનો મુદ્દામાલ જપ્ત

X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીકથી એક વ્યક્તિ 17 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો, જ્યારે SOG અને LCB દ્વારા પૂછપરછ કરતા વધુ 2 સલાયાના રહેવાસીઓના નામ ખુલ્યા હતા. જ્યાં દરોડા પડતાં વધુ 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતું, ત્યારે રૂપિયા 315 કરોડની કિંમતનું 63.019 કિલો ડ્રગ્સ સાથે 3 ઈસમોની અટકાયત કરી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી 3 બેગમાં કુલ 17 કિલોથી વધુ વજન ધરાવતું રૂપિયા 88 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને મળેલી ખાનગી બાતમીના આધારે 2 દિવસ પહેલા જે કંસાઇન્મેન્ટ લેવા માટેના પ્રયત્નો થયા અને બાદમાં કંસાઇન્મેન્ટ મહારાષ્ટ્રના ઈસમ શહેજાદ પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી, ત્યારે દ્વારકા જિલ્લા એસપી દ્વારા SOG અને LCBની સંયુક્ત ટીમ બનાવી સમગ્ર ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મળી મળી આવ્યું હતું. આ મામલે NDPC કલમ હેઠળ વાડીનાર મરીન પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો, જ્યારે મહારાષ્ટ્રના શહેજાદની દ્વારકા પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા, સલાયાના સલીમ કારા અને અલી કારાના નામો ખુલ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા સલાયા ખાતે બન્ને ઇસમોના ઘરે તપાસ કરતાં વધુ 47 પેકેટ નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આ માદક પદાર્થની FSL દ્વારા ખરાઈ કરાતા તે ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. આ ડ્રગ્સ કુલ 45.368 કિલો અને રૂપિયા 226.84 કરોડની કિંમતનો હોવાનું જણાયું હતું, ત્યારે પોલીસે સલીમ કારા અને અલી કારાની ધરપકડ સાથે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તમામ ત્રણેય આરોપીઓને ખંભાળિયા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો ડ્રગ્સની હેરફેર કરવામાં આવતા આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને આપવાનું હતું અને અન્ય કોઈ આ પ્રકરણમાં સંડોવાયેલ છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story