Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સરકારની સ્વામિત્વ યોજના અનેલ લાભાર્થીઓ માટે બની આશીર્વાદરૂપ

સ્વામિત્વ યોજના અંતર્ગત ડ્રોનથી સર્વે કામગીરી કરી આકરણી કાઢી પ્રોપર્ટીકાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી છે.

X

ગામડામાં વસતા લોકોને તેમની માલિકીના રહેણાંક વિસ્તારોનો સર્વે અને મેપિંગ કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સરકાર દ્વારા સ્વામિત્વ યોજના શરુ કરાઈ છે. ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરુ છે ગાંધીનગરના જિલ્લાના ગામડાઓમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ડ્રોનથી સર્વે કામગીરી કરી આકરણી કાઢી પ્રોપર્ટીકાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના રાજપુરા, મુબારકપુરા, પીંઢારડા, માધવગઢ, જાખારો, ગલુદણ, વાંકાનેરડા, નવા ધરમપુર વગેરે ગામોને સાંકળી લેવામાં આવ્યા છે. હાલ 6535 જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરીત કરવામાં આવ્યા છે. સ્વામિત્વ યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 'રેકોર્ડ ઓફ રાઈટ્સ' આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો છે. ગાંધીનગર જિલ્લામાં પણ જેમાંથી ૧૮૯ જેટલા ગામોનું ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ પૂરું કરવામાં આવ્યું છે.

Next Story