ગાંધીનગર: ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાતની 6 મહિલા ખેલાડીને સરકાર 10-10 લાખ સહાય આપશે
ગુજરાતની આ 6 દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે. એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર આ પ્રત્યેક મહિલા ખેલાડીઓને 10 લાખ રૂપિયાની નાણાંકીય સહાય આપશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 દિકરીઓને પ્રત્યેકને રૂ.10 લાખની નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની આ 6 દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 6 પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ.10 લાખની નાણાંકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલિમ્પિક-2021 રમતો આ વર્ષે 23મી જુલાઇ 2021થી 8 ઓગસ્ટ સુધી અને પેરા-ઓલમ્પિક રમતો 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMT