Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : એક સાથે 33 વિદ્યાર્થીઓને કોરોના થતા સરકારે તમામ યુનિવર્સિટીના આપ્યો મહત્વનો નિર્દેશ

મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવા XE વેરિયન્ટ કેસ નોંધાયો છે. તો ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના એક સાથે 33 કેસ નોંધાયા છે

ગાંધીનગર : એક સાથે 33 વિદ્યાર્થીઓને કોરોના થતા સરકારે તમામ યુનિવર્સિટીના આપ્યો મહત્વનો નિર્દેશ
X

મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવા XE વેરિયન્ટ કેસ નોંધાયો છે. તો ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના એક સાથે 33 કેસ નોંધાયા છે. ત્યારે હવે કોરોનાને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મનોજ અગ્રવાલે સૂચના આપી છે કે ગુજરાતમાં હજુ માસ્ક પહેરવાનો નિયમ યથાવત્, ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ પણ યથાવત છે. શૈક્ષણિક સંસ્થાઓ કોરોનાના લક્ષણો દેખાતા તાત્કાલિક સંપર્ક કરે.

કોરોનાના સંક્રમણ મામલે મનોજ અગ્રવાલે કહ્યું કે, હાલ સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. હાલ મનપા તંત્ર એ માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના તીવ્ર લક્ષણો નહીં. લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરવાનું કહેવાયું છે. અન્ય યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓના વડાઓ સાથે સંપર્કમાં છે. પ્રોટોકોલ પ્રમાણે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્ટાફ કે વિદ્યાર્થી કોઇમાં પણ લક્ષણ દેખાય તો તરત માહિતી આપે. શૈક્ષણિક સંસ્થામાં વધુ વિદ્યાર્થીઓ હોય છે. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટી માં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

આજે વધુ 18 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 167 વિદ્યાર્થીઓના સેમ્પલનું પરીક્ષણ કરાયુ હતુ. જેમાં ગઈકાલે 15 વિદ્યાર્થીઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ફરી અન્ય 18 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા અત્યાર સુધી કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતા મૂકાયા છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વોરન્ટાઈન કરાયા છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા છે.

Next Story