ગુજરાત: રાજયમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 5.68 કરોડ ડોઝ અપાયા

New Update

દેશમાં કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ હાંસલ કરી છે રાજ્યમાં કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાઇ ગયા તો બને ડોઝ સાથે કુલ પ.૬૮ કરોડ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૪.૯૩ કરોડ લાભાર્થીઓમાંથી ૪ કરોડ ૩૯ હજારને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા. ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Advertisment

સમગ્ર રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરની વયના ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના ૪ કરોડ ૩૯ હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝ તા.ર૦ સપ્ટેમ્બર-ર૦ર૧ બપોર સુધીમાં આપવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી ૮૧.૧ ટકા જેટલી થઇ ગઇ છે. ૧ કરોડ ૬૮ લાખ પ૦ હજાર ૩પર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આમ દેશભરમાં કોરોના મહામારીને અટકાવા ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં પ.૬૮ કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ ૮૯૦ રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે

Advertisment